કુંડળ બેઉં રાજે કાનમાં, વ્રજચંદા રે, ૩/૮

	કુંડળ બેઉં રાજે કાનમાં, વ્રજચંદા રે,
	સુંદર માંહી બિંદુ શ્યામ, નંદના નંદા રે		-ટેક.
રંગભીના તારા રૂપને-વ્રજ૦ જોઈ લાજે કોટિક કામ		-નંદ૦ ૧
તિલનું એક નૌતમ ત્રાજવું-વ્રજ૦ કંકોળેલ ગૌર કપોળ		-નંદ૦ ૨
તારા અધર પ્રવાળા સરખા-વ્રજ૦ છબી વદનકમળની ગોળ	-નંદ૦ ૩
તારા દંત ડોલરિયાની કળી-વ્રજ૦ વળી દાડમ કેરાં બીજ	-નંદ૦ ૪
બ્રહ્માનંદ કહે હાસ્ય વિલાસમાં- વ્રજ૦ રહી વ્રજનારી રંગભીંજ	-નંદ૦ ૫
 

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0