વડતાલમાં બિરાજયા વડતાલમાં ૧/૧

વડતાલમાં બિરાજયા વડતાલમાં,
હરિકૃષ્ણજી બિરાજયા વડતાલમાં.
આવો દર્શન દેવાને મારા વ્હાલમાં... હરિ૦ ટેક.
મુખે મંદ મંદ હસો તમે હેતમાં,
જ્યારે હસો ત્યારે, ખાડા પડે ગાલમાં... હરિ૦ ૧
આંખો અતિ રે રૂપાળી તારી નમણી,
રૂડો ચાંદલીયો, શોભે છે તારા ભાલમાં... હરિ૦ ૨
રૂડા વાઘા રે પહેર્યા છે તમે શોભતા,
સંતો મોહી રે, રહ્યાં છે તારી ચાલમાં.... હરિ૦ ૩
જ્ઞાનજીવન કહે હરિ સર્વોપરિ છો,
આખા સંપ્રદાયના, તમે એક વાલમાં.... હરિ૦ ૪

મૂળ પદ

વડતાલમાં બિરાજયા વડતાલમાં

મળતા રાગ

ભુપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




પરંપરાગત (સ્વરકાર)

Live
Audio
2
0