છોગાળા તારે છોગલે મન લીધું રે..૫/૮

છોગાળા તારે છોગલે, મન લીધું રે ;વળી પાઘલડીને તાર,  કામણ કીધું રે.  
નલવટની રેખું જોઇને, મ0 ભૂલી છું ઘર ને બાર.  કા0 ૧
રંગીલે નેણે રાતડે, મ0 કાજુ અણિયાળી કોર.     કા0 ૨
હેતાળે લટકે હાથને, મ0 બાજુડા કેરે બોર.        કા0 ૩
મનમોહન તારી મોરલી, મ0 સાંભળતાં થઇ ગુલતાન.     કા0 ૪
લાવનતા મુખની જોઇને, મ0 બ્રહ્માનંદ કહે ભીને વાન.    કા0 ૫

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી