કહોને આ ગોકુળ ગામમાં કેમ રહીએ રે૮/૮

કહોને આ ગોકુળ ગામમાં, કેમ રહીએ રે ;
કરે વઢવા જેવી વાત, કેને કહીએ રે.
કટાણે છોડે વાછરું, કે0 રંજાડે દી ને રાત. કે0 ૧
નાનકડો છોરો નંદનો, કે0 આવીને આપે આણ. કે0 ૨
રોકે છે મારગ ચાલતા, કે0 માગે મૈડાનાં દાણ. કે0 ૩
છોરાની લઇ સંગ મંડળી, કે0 તાણે છે નવરંગ ચીર. કે0 ૪
બ્રહ્માનંદ કહે કાયર કીધલાં, કે0 નથી ભરવા દેતો નીર. કે0 ૫

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી