ચિત્તડામાં તારો રંગ ચડ્યો રંગભીનાજી..૨/૪

ચિત્તડામાં તારો રંગ ચડ્યો, રંગભીનાજી ;હૈડામાં વાઘ્યું પ્રીતલડીનું પૂર,  રંગભીનાજી.     
મરમાળા તારી મૂર્તિને, રં0 જોઇને ફરું છું ઘેલી તૂર.       રં0૧
આજ કાલની પ્રીત નહિ, રં0 આગુની અમારે ઓળખાણ.   રં0૨
છેટે તમે રહો માં શામળિયાં, રં0 પાતળિયા મારા જીવન પ્રાણ.     રં0૩
તમ સારું મેં સંસાર તજ્યો, રં0 તજ્યો છે સર્વ નાતીલાનો નોર.    રં0૪
બીજું કોઇ મુને શું કરશે, રં0 કર્યા તમને વાલા નંદકિશોર.         રં0૫
દેખીને તમને ડોલરીઆ, રં0 અંતરમાં અતિ થાય છે આનંદ.       રં0૬
અલવીલા રંગીલા તારે ઉપરે, રં0 વારી ફેરી જાય છે બ્રહ્માનંદ.    રં0૭

મૂળ પદ

રંગભીના તારું રૂપ જોઇ રૂપાળાજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી