કેસરના ભીના કાન કુંવર કેસરિયાજી..૩/૪

કેસરના ભીના કાન, કુંવર કેસરિયાજી ; રૂપાળા છોગાળા રંગરેલ,  કેસરિયાજી.   
લટકાં જોઇ તારા નંદલાલા, કે0 ભૂલી હું તો પાણીડાંની હેલ.      કે0 ૧
મરમાળી તારી મોરલડી કે0 સુણીને લોભાણું મારું ચિત્ત.           કે0 ૨
ઘરડામાં રહેતાં નથી ગમતું, કે0 ઘેલી થઇ ફરું તારે ગીત.                 કે0 ૩
મનમોહન તારી મૂરતીમાં, કે0 મનડું થયું છે ગુલતાન.            કે0 ૪
વણ દીઠે તમને વાલમજી, કે0 પળ એક કલપ સમાન.            કે0 ૫
પાતળિયા મુજને ટેવ પડી, કે0 જોયા વિના જંપ ન થાય.          કે0 ૬
જગજીવન તારું રૂપ જોઇ, કે0 વારણીએ તારે બ્રહ્માનંદ જાય.      કે0 ૭ 

મૂળ પદ

રંગભીના તારું રૂપ જોઇ રૂપાળાજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી