તમે દિલડાંને ડોલાવો છો ડોલરીયાજી .૪/૪

તમે દિલડાંને ડોલાવો છો, ડોલરીયાજી ;
મોહન મોરલીની તીખી તાન, ડોલરીયાજી.
લટકાળા રંગડો લાગ્યો છે, ડો0 કોડીલા છેલા તમ સંગ કાન. ડો0 1
તારી પાઘડલીના પેચ જોઇ, ડો0 મારું હૈડું તો રહેતું નથી હાથ. ડો0 ર
તારી ઉપરણીમાં અટકાણી, ડો0 મારું ચિત્તડું ડોલે છે તારી સાથ. ડો0 3
તારી ભ્રુકુટી સુંદર રંગ ભરી, ડો0 લોચનીયાં અણીઆળાં તીખાં બાણ. ડો0 4
આવીને ખુત્યાં અંતરે, ડો0 થયા પરવશ હવે મારા પ્રાણ. ડો0 5
હેતાળાં લટકાં હાથ તણા, ડો0 ઠેરાણા આવી આંખડલીમાં ઠીક. ડો0 6
બ્રહ્માનંદ કહે તમને રાખીને, ડો0 બારી સરવે કહાડી મેલી બીક. ડો0 7

મૂળ પદ

રંગભીના તારું રૂપ જોઇ રૂપાળાજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી