ખેચુ તારા ગાલો, તું છો મારો વ્હાલો ૧/૧

ખેંચુ તારા ગાલો, તૂં છો મારો વ્હાલો, ચુંબન કરુને ભેટુ ભાવથી, રસિયો રૂપાળો, સુખાળો હેતાળો...  ચુંબન૦.. ટેક.
તારા મુખડામાં મન મારું મોહ્યું, જોતા લોક લાજ દેહભાન ખોયું, તમે હેતેથી મારી સામુ જોયુ પીયુડા....  ચુંબન૦ ૧
તારી રઢીયાળી મૂર્તિમાં મારૂ, ચિત્ત ચોંટ્યું છે નિકળે ના બારુ, મારે કેવળ છે કામ એક તારું પીયુડા...  ચુંબન૦ ૨
રસબસ રહું પ્યારા તારી સંગે, મને રોમ રોમ સુખ આવે અંગે, રાખુ મુર્તિમાં આત્મા ઉમંગે પીયુડા....  ચુંબન૦ ૩
તારી સાથે રહેવાની ટેવ પડી, તારા વિના મને ફાવે નહીં ઘડી, તારા ચરણમાં રહું હું તો પડી પીયુડા...  ચુંબન૦ ૪
મુકુ નહીં હું તો મૂર્તિરૂપી માળો, મારો નાવલીયો વર મરમાળો, મને સોણામાં સુખ દેવાવાળો પીયુડા.. ચુંબન૦ ૫
આવો આવો વ્હાલા મુજ પાસે આવો, થઇએ એકમેક લેવા સુખ લાવો, પછી અવસર મળે નહીં આવોપીયુડા.. ચુંબન૦૬ 
તૂં તો સર્વોપરિ શ્રીજી મારો પ્યારો, હું તો નાનો એવો જીવ નાથ તારો, મને પ્રીતમજી પાર ઉતારો પીયુડા...  ચુંબન૦ ૭
અંગો અંગ વ્હાલા એકમેક થઇએ, પળ એક પ્યારા જુદા ન રહીએ, 
જ્ઞાનજીવન બીજું ભૂલી જઇએ પીયુડા...  ચુંબન૦ ૮ 

મૂળ પદ

ખેંચુ તારા ગાલો, તૂં છો મારો વ્હાલો

મળતા રાગ

ચાલો ભકતો ચાલો, કુંડળધામમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0