ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો, પેટને અરથે પાપ કરંતા ૧/૪

ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો...ટેક.
પેટને અરથે પાપ કરંતા, દિલમાં ન ડર્યો,
	પુણ્ય કર્યાનું પાડોશીને, ત્યાં આડો ફર્યો...ભજ્યો૦ ૧
દુ:ખ વેઠીને દામ કીધા, ખજાનો ભર્યો,
	જમ જોરાવર લઈને ચાલ્યા, વાવરવા ન રહ્યો...ભજ્યો૦ ૨
કૂડની માળા કોટમાં પહેરી, કૂડ ગુરુ કર્યો;
	આહાર મૈથુન કરવા લાગ્યો, કોઈ ન તર્યો...ભજ્યો૦ ૩
સહજાનંદજી ઓળખ્યા વિના, અંતર ના ઠર્યો;
	દેવાનંદ કહે દિલમાં વસ્યા વિણ, કારજ શું સર્યો...ભજ્યો૦ ૪
 

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો

મળતા રાગ

ખમાચ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
1
0