ભજી લે ભગવાન, સાચા સંતને મળી, વચનમાં વિશ્વાસ રાખ્ય ૪/૪

ભજી લે ભગવાન, સાચા સંતને મળી...ટેક.
વચનમાં વિશ્વાસ રાખ્ય, ભજનમાં ભળી;
	પૂરવ કેરાં પાપ તારાં, તો જાશે બળી...ભજી૦ ૧
ઓળખી લે અવિનાશી રહેજે, જ્ઞાનમાં ગળી;
	રીઝશે રંગરેલ વાલો, અઢળક ઢળી...ભજી૦ ૨
કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;
	કામ ને કુટુંબ તુંને, નાંખશે દળી...ભજી૦ ૩
સત્ય ત્યાં સુખ ધરમ રહે, કૂડ તહાં કળી;
	દેવાનંદ કહે દુનિયા કેરી, અક્કલ આંધળી...ભજી૦ ૪
 

મૂળ પદ

ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતો મર્યો

મળતા રાગ

ખમાચ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
2