ચાલો શ્રીજીનો અભિષેક જોવા જાઇએ રે ૧/૧

ચાલો શ્રીજીનો અભિષેક જોવા જાઇએ રે લોલ, 
આવો અવસર પામી હેતે ગુણલા ગાઇએ રે લોલ... ટેક.
માઁ ભકિત કેરો લાલો, મને હૈયે લાગે વ્હાલો, 
સ્નાન કરે મતવાલો, સખી ચાલો જલ્દી ચાલો, 
કયાંથી મળે દર્શન એવા, દેવને દુર્લભ એવા...       ચાલો૦ ૧
વાહ મારો વ્હાલો કેવો, મનમોહક જોયા જેવો, 
દર્શને દોડ્યા દેવો, આ લાભ અલૌકિક એવો, 
ચાલો હરિને સ્નાન કરાવી, પૂજન કરીએ ભાવે...   ચાલો૦ ૨
સ્નાન કરતી મૂર્તિ, નહિ મેલું મારા ઉરથી, 
જ્ઞાનજીવનના પ્યારા, છે સર્વે દુઃખ હણનારા, 
એવા પ્રભુને પામી આપણ, અક્ષરધામે જઇએ...     ચાલો૦ ૩  

મૂળ પદ

ચાલો શ્રીજીનો અભિષેક જોવા જાઇએ રે

મળતા રાગ

આને સે ઉસકે આયે બહાર ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0