આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ..૧/૬

 

આવ્યો રૂડો અવસર રે ઓળખવા એક હરિ,
મોંઘો મનુષ્યા તન રે નાવે તારે ફરી ફરી. ટેક
ધન જોબન તન રંગ પતંગી વણસે વારમવાર,
તે સારું શું જતન કરે છે સુપનું આ સંસાર;
મેલી તેને મરવું રે, ડરવું દિલ દોશ કરી. આ ૧
વાસ કરે નિત્ય વૈષ્ણવ જનમાં મનમાં માને વાત,
દાસપણું દેવતાને દુર્લભ, જેથી જનમ મરણ દુઃખ જાત;
ભક્તિ કર્યે ભાવે રે, ધરમની ટેક ધરી. આ ર
સૌમ્ય સુભાવ પરમ સુખ સંપત્તિ એહી પામ્યાનો ઉપાય,
પ્રગટ સ્વરૂપ ઓળખવા શ્રીહરિ દુર્લભ દેહ ગવાય;
એવું તન આવ્યું રે, લેજે વ્રજરાજ વરી. આ ૩
માયાની મોટપ્ય છે મિથ્યા નથી ઘડીનો નિરધાર,
દેવાનંદ કે ભજ્ય દુઃખ ભંજન, કરુણાનિધિ કરતાર,
કઠણ વેળામાં રેશે તારાં કારજ સરી. આ ૪ 

મૂળ પદ

આવ્યો રૂડો અવસર રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
1
0