અંતે સંતને તેડાવે રે પ્રભુનું ભજન કરવા..૬/૬

 અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા;

કરમાં માળા ઝાલી રે, મુરખ જ્યારે સુતો મરવા.                     અંતે ટેક
નાનપણે ઘર ધંધામાં ધાયો; વૃદ્ધપણે હરિગુણ ગાય;
ઘર લાગ્યું ત્યારે કુવો ખોદાવે, એ અગ્નિ કેમ ઓલવાય;
જીતી બાજી હાર્યો રે, પત્થરને નાવે બેઠા તરવા.                      અંતે ૧
અંત સમે છાપ તિલક બનાવે, ભૂલી ગયો જ્યારે ભાન,
એરણની ચોરી સોયનું દાન, એમ કેમ આવે વિમાન;
સંત જ્ઞાન નાવ્યું રે, બુદ્ધિ તારી ગઇ ફરવા.                              અંતે ર
યુવતી નારીને જેવી પુત્રની આશા, એમ હરિભજે ફળ થાય,
વૃદ્ધ નારીને નહિ પુત્રની આશા, એનો એળે જન્મ વહી જાય;
હરિને બેઠો ઠગવા રે, એંસી વર્ષે વર વરતા.                            અંતે ૩
વીસ વર્ષે વિશ્વંભર મળે, ભક્તિ કરે ભુખ જાય;
હરિ શું છાયા તે બહુ કમાયા, તેને મળીયા પુરુષોત્તમરાય;
દેવાનંદ કહે છે રે, મટ્યા ચોરાશી ફરવા.                                 અંતે ૪
 

મૂળ પદ

આવ્યો રૂડો અવસર રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારા સમ કાન કાંકલડી માં માર
Studio
Audio
3
0