વાલા દિવ્ય મનોહર પ્યારી મૂરતિ છે તમારી ૧/૧

વાલા દિવ્ય મનોહર પ્યારી, મૂરતિ છે તમારી (૨)
જોયા કરું છું પ્રીતે હૈયામાં ઉતારી...દિવ્ય૦ ૧
સુખ સુખ સુખ અતિ, મૂરતિમાં ભરીયું (૨)
જોતાં સહજાનંદ હૈયું મારું ઠરીયું...દિવ્ય૦ ૨
એ સુખ પાસે બીજા, સુખ છે નકામાં (૨)
આવો હરિ આવો ઉભાં રહો મારી સામા...દિવ્ય૦ ૩
જ્ઞાનજીવનને શ્રીજી, આશ તમારી (૨)
દર્શન દેજો વ્હાલા બિરુદ સંભારી...દિવ્ય૦ ૪

મૂળ પદ

વાલા દિવ્ય મનોહર પ્યારી

મળતા રાગ

તમને રામદે પરણાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી