મૂર્તિ તમારી રે રહેજો મારી આખલડીમા નાથ ૧/૧

મૂર્તિ તમારી રે રહેજો મારી આંખડલીમાં નાથ,
પ્યારી છે પ્યારી રે મૂર્તિ તમારી સર્વ સુખ સંગાથ...૧
સુખ દેનારી રે વાલમ તારી મૂરતિ મારા નાથ,
હૃદયમાં ધારી રે જોયા કરુ હરિ મૂર્તિ એક સંગાથ...૨
આનંદકારી રે સ્વરૂપ તમારું સદાયે મારે સાથ,
રહેજો મુરારી રે દયા કરીને કરજો સદા સનાથ...૩
શ્રીજી સંભારી રે સહજાનંદજી સર્વેના છોજી નાથ,
મૂર્તિ આકારી રે વૃત્તિ મારી કરજો ઝાલી હાથ...૪
રહેજો રહેજો રે હૈયે મારે જ્ઞાનજીવનના નાથ,
દેજો દેજો રે સદાયે શ્રીજી સંતોનો સંગાથ...૫

મૂળ પદ

મૂર્તિ તમારી રે રહેજો મારી આંખડલીમાં નાથ

મળતા રાગ

ઘોર અંધારી રે રાતલડીમાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી