અનુભવની રે ઉઘાડીને આંખ્ય સંત ચિંતામણી સેવીયે..૩/૪

 અનુભવની રે ઉઘાડીને આંખ્ય, સંત ચિંતામણી સેવીયે,

જીરે શીલ સંતોષી દયાનિધિ નિરમાની રે, નહીં મમતાને મોહ,
સમ રહે સંપત વિપતમાં વરતે ઉપસમ રે, અંતર નહીં દ્રોહ. સં           
જીરે ભેદી જાણે સાતે ભોમીકા, વિજ્ઞાની રે, ઉર અખંડ વિવેક,
પ્રીત ન પિંડ બ્રહ્માંડમાં અસંગી રે, આતમ સંગ એક. સં                      
જીરે ચિત્ત ચોંટ્યું હરિ ચરણમાં, જ્યાંથી ઉપજી રે ગંગા ગુણધામ,
જેથી કરમ ટળે જીવના, જેની મૂર્તિ રે સુંદર ઘનશામ. સં                    
જીરે જંગમ તીરથ જોગીયા, તીરથના રે, બાળે બહુ પાપ,
બ્રહ્મવેતા બ્રહ્મ રૂપ છે દેવાનંદ કહે રે ટાળે ત્રિવિધ તાપ. સં                

મૂળ પદ

ભવ સાગર રે તરવાનું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0