અવિનાશી રે હરિ ધામ અખંડ સંત પમાવત સેજમાં.૪/૪

 અવિનાશી રે હરિ ધામ અખંડ સંત પમાવત સેજમાં,

જીરે કાલ તે ક્ષોમ કરે નહીં, જેના સુખમાંરે નહીં હરખને શોક,
અચલ અનાદિ એને કહે, ગુણસાગરરે ગુણાતીત ગોલોક.                    સં ૧
જીરે કોટિ રવિ તેજ રોમમાં, બ્રહ્મરૂપી રે તન ભક્ત અપાર,
વિહરત દિવ્ય વેમાનમાં, દિવ્ય ભોજન રે, જમે સુંદર સાર.                   સં ર
જીરે વષન આભુષન અંગમાં, અવિનાશી રે સંગ અખંડ વિહાર,
રમત મનોહર રાસમાં, સુખ આપે રે, હરિકૃષ્ણ ઉદાર.                           સં ૩
જીરે કંચન મય મેડી માલીયા, મણી જડી યલરે જાલી સુંદર ગોખ,
દિવ્ય સિંહાસન સેજમાં, દેવાનંદ કહે રે ક રે હરિજન શોખ.                   સં ૪
 

મૂળ પદ

ભવ સાગર રે તરવાનું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી