જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે;એળે ખોયો માણસનો અવતાર રે;    .૧/૪

 જનમ સંગાથી વિસાર્યા જગદીશને રે;
એળે ખોયો માણસનો અવતાર રે;
	સગું નથી કોઈ જાણે તારા જીવનું રે;
	સપના જેવો જૂઠો આ સંસાર રે...જનમ૦ ૧
ડાહ્યો થઈને ડોલે નિર્લજ નાતમાં રે;
મરમ કરીને બોલે મિથ્યા વેણ રે;
	શેરીમાં મરડાતો ચાલે માનમાં રે;
	રાતાં દીસે રોષ ભરેલાં નેણ રે...જનમ૦ ૨
નારી આગળ એક રતી નવ ઊપજે રે;
ડહાપણ મેલી જ્યાં દોરે ત્યાં જાય રે;
	નિર્લજ થઈને નાચે કુબુદ્ધિ કેણમાં રે;
	વિષય ભરેલો ગરજુ ગોથાં ખાય રે...જનમ૦ ૩
અંતરમાં કપટી ને ઊંડી ઈરષા રે;
સાધુજનનો લેશ ન કીધો સંગ રે;
	દેવાનંદ કહે જમ જોરાવર આવશે રે;
	ભૂકો કરશે ભાંગી તારું અંગ રે...જનમ૦ 
 

મૂળ પદ

જનમ સંગાથી વિસાર્યા

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ

ગરબી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0