ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના ૨/૪

ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે,

તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે;

પુન્ય કરી અમરાપુરનાં સુખ પામીએ રે,

અંતે પાછો ફોગટ ફેરો થાય રે. ભ ૧

માયાની મોટપ્ય તે મિથ્યા જાણજો રે,

નદીએ આવ્યું જેમ પાણીનું પૂર રે;

તેની પેઠે ધન જોબન ને જીવવું રે,

આક તણાં જેમ ઉડી જાવે તુર રે. ભ ર

સગાં કુટુંબ મેલીને મરવું એકલા રે,

લખ ચોરાશી ફરવું વારમવાર રે;

પાપ તણાં ફલ આગળ તારે આવશે રે,

કરમ કરીને ભરીયા તેં કોઠાર રે. ભ ૩

આજ અમૂલ્ય માણસનું તન આવીયું રે,

ભજવા સારું ભાવ કરી ભગવાન રે;

દેવાનંદ કહે માન તજીને માનજે રે,

વાત વિચારી સારી ચતુર સુજાન રે. ભ ૪

મૂળ પદ

જનમ સંગાથી વિસાર્યા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
ગરબી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0