જમુનાતીરે જમુનાતીરે જોયા વાલો જમુનાતીરે, ..૧/૪

જમુનાતીરે જમુનાતીરે જમુનાતીરે, જોયા વાલો જમુનાતીરે,
સલૂણો શામ શરીરેરે જોયા વાલો જમુનાતીરે.... જો....
પાગડી પેચાલી બાંધી તેમાં ફૂલતોરારે,કલંગી વાંકડી ધારી છે બલવીરે.  જો ૧
કાનુમાં કુંડલ કાજુ મકરાકારીરે,ધાર્યા ગુચ્છ ગુલાબી આપ અમીરેરે,  જો ર
હેમ કડા હાથમાં બાજુ નંગ જડેલારે,હૈયા પર હાર હજારી ગૂંથેલ હીરેરે.  જો ૩
દેવાનંદ કેરો વાલો મોરલી વજાવે રે,ગાવે માંઇ ગીત મનોહર ધીરે ધીરે.  જો ૪ 

મૂળ પદ

જમુનાતીરે જમુનાતીરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0