તારી મૂર્તિ સુખનુ ઘર છે, બીજુ સર્વે દુઃખનુ દર છે ૧/૧

તારી મૂર્તિ સુખનું ઘર છે, બીજુ સર્વે દુઃખનું દર છે,
હે મારા નાથ ! સ્વામી શ્રીજી, તું શાંતિનું સરોવર છે..તારી૦ ૧
તું તો નમણો મારો વર છે, હરિ ક્ષર અક્ષરથી પર છે,
આ દાસી પ્યાસી પ્રેમની, મારી તુજ ઉપર નજર છે..તારી૦ ૨
તુજ જેવું કોણ સુંદર છે, તું સુખનો ભર્યો સભર છે,
રાખજે ઝાલી જીવન મને, તુજ કરમાં મારો કર છે..તારી૦ ૩
આવો ઓરા આજ અવસર છે, સેજ સુની તારા વગર છે;
કહે જ્ઞાનજીવન ઓ પ્રાણપ્યારા, મારા પ્રેમની તુજને ખબર છે ..તારી૦ ૪

મૂળ પદ

તારી મૂર્તિ સુખનું ઘર છે, બીજુ સર્વે દુઃખનું દર છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0