દુઃખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ૧/૨

દુઃખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ.. ટેક.
હૈયાના હાર છો, તારણહાર છો,
રટુ તમારું સદા નામ.. હૃદે રહો૦ ૧
મારા આધાર છો, મોહ મારનાર છો,
મારે ઠર્યાનું છો ઠામ...હૃદે રહો૦ ૨
નર આકાર છો, અપરમપાર છો,
સદા છો પૂરણકામ...હૃદે રહો૦ ૩
અંદર બાર છો, સદા સકાર છો,
ધરો છો અવતારો તમામ... હૃદે રહો૦ ૪
ધર્મ ધરનાર છો, ધર્મકુમાર છો,
જ્ઞાનજીવન કહે શ્યામ... હૃદે રહો૦ ૫

મૂળ પદ

દુઃખહર શ્રી ઘનશ્યામ, હૃદે રહો પ્રીતમ આઠો જામ

મળતા રાગ

હર હર ગોપીનાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0