અવસર આવ્યો છે રે કે ભવજલ તરવાનો..૧/૪

 અવસર આવ્યો છે રે કે ભવજલ તરવાનો,

પાપીના સંગથી રે કે દિલમાં ડરવાનો.            ૧
ઘનશામ ચરણમાં રે કે ચિત્તને ધારીને,
વિષેને તજવારે કે ધરમ વિચારીને.                 ર
નારીને નરમાંરે કે પ્રીતિ સેજ રહે,
પુરુષને નારી રે કે બંધન રૂપ કહે.                   ૩
ભગવતની માયા રે બેયું ને ભુલાવે,
મન ઈંદ્રિ શત્રુ રે કે નરકે લઇ જાવે.                 ૪
સાધુની સંગત રે કે સારી નવ લાગે,
ભડકીને પામર રે કે છેટેથી ભાગે.                    પ
વિષેના ભોગી રે કે જગમાં નરનારી,
દેવાનંદ કહે તેની રે કે સોબત દુઃખકારી.          ૬
 

મૂળ પદ

અવસર આવ્યો છે રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી