અલૌકિક આંખડી તારી આંખડી તારી શામ સંભારી..૨/૪

 અલૌકિક આંખડી તારી, આંખડી તારી શામ સંભારી,

ભૂલી આ જગનું ભાન, હો ભુધર, અ....
આંખડી તારી શામ સંભારી સેજ તરી સંસાર,
એ છબી મારા ઉરમાં ધારી, વાલ્યમ વારમવાર.           હો ભુ ૧
નંદના કુંવર નેણ તમારા, દેખતાં દુઃખ જાય,
ચપલતા જગજીવન જોતાં, ખંજન મીન લજાય.          હો ભુ ર
કેશવ કરુણા રસમાં ભીની, મીટ તમારી માવ,
હેતમાં હેરી હરખ વધે છે, નવલ સનેહી નાવ.              હો ભુ ૩
ભવનાં બંધન છોડવા સારું, દીધલ દરશન દાન,
દેવાનંદ કે' દિલમાં રાખું, કુંવર રંગીલા કાન.               હો ભુ ૪
 

મૂળ પદ

ડોલરીયા વ્રજરા દાણી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી