આજ ગઇતી જમુનાને આરે ઉભા રે અલબેલ કનૈયો. ..૨/૪

 આજ ગઇતી જમુનાને આરે, ઉભા રે અલબેલ કનૈયો. આ....

પાઘડલીના પેચ મનોહર, જોતાં જનમ સુધારો.                   ઉ ૧
મધુરે મધુરે સ્વરે મુરલી વજાવે, પ્રીતમ પરજને ઢારે.      ઉ ર
ઘાયલ કીધી જોઇ ઘનશામે, નટવર નેણ નજારે.                  ઉ ૩
દેવાનંદ કહે વશ કરી લીધી, વ્રજપતિ બંસીવારે.                  ઉ ૪
 
 

મૂળ પદ

જોઇ ગિરધર છેલ ગુમાની

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી