આજ વાટે રોકી વ્રજનારી મૈયાર રે તમે માવને વારો,..૪/૪

આજ વાટે રોકી વ્રજનારી, મૈયાર રે તમે માવને વારો,
આ દાણ લીધારૂં નંદ દુલારો, આવી ગિરધર બોલત ગારી. મૈ ૧
કાન તમારો ફરે છે કુંવારો, જાશે લોકમાં લાજ તમારી. મૈ ર
વીવા કરો વ્રજરાજને કહીને, કોઇ કન્યા તે રાજકુમારી. મૈ ૩

દેવાનંદ કહે વાર ન કરજ્યો, એ માનો જો વાત અમારી. મૈ ૪ 

મૂળ પદ

જોઇ ગિરધર છેલ ગુમાની

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી