અલબેલાની રાત આંખ્યતે ગિરધરની જાદુગારી.....૨/૪

 અલબેલાની રાત આંખ્યતે, ગિરધરની જાદુગારી.        અ

રે વશ કીધી વ્રજ નારને, ઉરમારેલ મરમનાં બાણ,
પ્રીતલડીના પાસમાં, મુને કરી લીધી વેચાણરે.           ગિ ૧
રે હસી બોલાવી હેતમાં, મુને કામણગારે કાન,
થઇ દીવાની ઠાવકી, ભાળી મૂર્તિ ભીને વાનરે.             ગિ ર
રે અંતરમાં અટકી રહી, છબી છેલ કુંવર ઘનશામ,
રસિયાજીના રૂપે જોઇ, કરવું ભૂલી ઘર કામરે.               ગિ ૩
રે ટીબકડી ગોરા ગાલમાં, ભાળી વાધે મનમાં ભાવ,
દેવાનંદ કહે ભુરકી મુને, નાખેલ નટવર નાવરે.           ગિ ૪
 

મૂળ પદ

ચિત્તડામાં લાગલ ચોટ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી