સ્વામી સહજાનંદ મારા હૈયા કેરા હાર ૧/૧

સ્વામી સહજાનંદ મારા હૈયા કેરા હાર,
માણકીવાળા માવ મારા જીવના આધાર.. ટેક.
છોગાળા ઘનશ્યામ હરિ, ભકિતના કુમાર,
પ્રીતમજી છો પ્રાણ મારા, શ્રીજી સર્વાધાર.. ૧
મોટીબા લાડુબા પામ્યા, સુખનો ભંડાર,
તમારી કૃપાથી થયા, સુખીયાં અપાર.. ૨
દાદાખાચર દીન થઇ, ભજ્યા હરિ નામ,
રાજી થઇ શ્રીજી તમે, કર્યા એના કામ.. ૩
પર્વતભાઇએ તનમન, સોપ્યું ઘનશ્યામ,
મોટો લાભ જાણી મૂર્તિ, ધારી કરી હામ.. ૪
જ્ઞાનજીવન રાજી થઇ, ભજે ઘનશ્યામ,
તમારી મૂર્તિમાં મને, આપજો વિરામ.. ૫

મૂળ પદ

સ્વામી સહજાનંદ મારા હૈયા કેરા હાર

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી