વાલા રહેજો સદા મારી સાથ રે પ્રીતમજી પ્યારા૨/૨

વાલા રહેજો સદા મારી સાથ રે પ્રીતમજી પ્યારા,
હું તો દાસી તમારી તમો નાથ રે પ્રીતમજી પ્યારા.. ૧
સદા રહેજો તમારો સંગાથ રે પ્રીતમજી પ્યારા,
હેતે ઝાલી રાખજો મારો હાથ રે પ્રીતમજી પ્યારા.. ૨
મને ગમે છે તમારો જ સંગ રે પ્રીતમજી પ્યારા,
દેજો સાચા સંતોનો પ્રસંગ રે પ્રીતમજી પ્યારા.. ૩
તવ મૂર્તિમાં મન રહે ડુબ્યું રે પ્રીતમજી પ્યારા,
રહે તમારું મુખ મુંથી ચૂંબ્યું રે પ્રીતમજી પ્યારા.. ૪
હીંચો હૈયાને હીંચકે હેતાળા રે પ્રીતમજી પ્યારા,
સુણો જ્ઞાનસખીના કાલાવાલા રે પ્રીતમજી પ્યારા.. ૫

મૂળ પદ

હું તો તમને કેદિ નહીં છોડું રે સહજાનંદ પ્યારા

મળતા રાગ

વાલા લાગો છો વિશ્વાધાર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી