કયાય મળ્યુ નહીં સુખ, થયુ સુખ જોઇ મુખ ૧/૧

 

કયાંય મળ્યું નહીં સુખ, થયું સુખ જોઇ મુખ, 
હરિ હરન સહુ દુઃખ, મારા મનોહર મુખ.. કયાંય૦ ટેક.
ભટક્યો આખા જગમાંય, હું તો ઠર્યો નહીં કયાંય, 
આવ્યો શરણે તારે ધાય, મારા વ્હાલા હરિરાય.. કયાંય૦ ૧
નથી ટાઢુ ભાળ્યું ક્યાંય, તમ વિના મારા રાય, 
રાખો ચરણમાં સદાય, મારા શ્રીજી સુખદાય.. કયાંય૦ ૨
મને જાણી તવ દાસ, રાખો સેવામાં જ પાસ, 
પ્રભુ પ્યારા અવિનાશ, મારા સ્નેહી સુખપાશ.. કયાંય૦ ૩
મારા સહજાનંદ સ્વામી, તમે ટાળી મારી ખામી, 
શ્રીજી સાચા અંતર્યામી, મારા સદા સુખધામી.. કયાંય૦ ૪
કહું વ્હાલા ખાસ ખાસ, જ્ઞાનજીવન તવ દાસ, 
મુંથી થાશો ના ઉદાસ, મારા જીવના ઉજાસ.. કયાંય૦ ૫

મૂળ પદ

કયાંય મળ્યું નહીં સુખ, થયું સુખ જોઇ મુખ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી