અમે વ્રજવાસી સરવે એવડેજી..૩/૨૦

 અમે વ્રજવાસી સરવે એવડેજી,

તમારે કોય દી કામ તેનું પડેજી,
રસિયા રાડ્ય ફરિયાદ ત્યાં જાય છેદી,
ગોકુળનો પતિ કંસ કે'વાય છે જી. ઢાળ
ગોકુળનો પતિ કંસ કા'વે, અમે સૌ એમ જાણીએ,
નંદ વ્રજમાં પટેલ મોટા, એનો મલાજો આંણીએ.         ૧
મનમાં તારે માન અતિશે, બોલે છે બલમાં ભરી,
નાનો જાણી નિર્લજ નારી, મારી કરે છે મશ્કરી.           ર
કુડા બોલી કામની તું, છલમાં બોલીને છેતરે,
વાતમાં પકવાન પીરસે, તસુ એક ન વેતરે.                ૩
જીવન તમને જાણીએ, નવા દાણી થઇ હમણાં ફરો,
એવું બોલો છો આકરૂં, તમે મનમાં શંકા નવ ધરો.       ૪
અમને હલકાં કરી કહો, તમે લખણના ભારે થયા,
રસિયાજી પર નાર્ય વનમાં, રોકીને શાને રયા.             પ
બોલતાં બહુ આવડે, તારો ભાવ હાસ રસ ભર્યો,
દેવાનંદનો નાથ કહે તેં કામની જાદુ કર્યો.                   ૬

મૂળ પદ

એક સમે શ્રી રાધા ગોરીજી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી