સંત સરોવરમા સર્વે સંતો, શ્રીજીને સ્નાન કરાવે ૧/૧

સંત સરોવરમાં સર્વે સંતો, શ્રીજીને સ્નાન કરાવે,

દર્શન કરતા લીલા અલૌકિક, અમને આનંદ આવે...         ટેક
કિનારે બેસીને દર્શન કરે, હજારો ભકતોના હૈયા ઠરે,
મૂર્તિ મનોહર હૈયે સ્મરે, શ્રીહરિ સૌને સુખિયા કરે...          સંત૦ ૧
વ્હાલાનો અભિષેક જળથી થાય, ભકતો સર્વે કીર્તન ગાય,
સંતોને ભકતો સહુ હરખાય, વ્હાલાની મૂર્તિ હૈયે સમાય...  સંત૦ ૨
ના'તી મૂર્તિ નિરખી જેણે, શું વર્ણવીએ મુખથી વેણે,
આવું સુખડું ભાળ્યું કોણે, હર્ષના આંસુ ઝરે છે નેણે...          સંત૦ ૩
આકાશે દેવો દર્શને આવે, ઘનશ્યામજીને ફૂલડે વધાવે,
જ્ઞાનજીવન એ ગુણલા ગાવે, હજારો હૈયામાં આનંદ આવે...સંત૦ ૪ 

મૂળ પદ

સંત સરોવરમાં સર્વે સંતો, શ્રીજીને સ્નાન

મળતા રાગ

રુમઝુમ કરતાં વાલોજી આવ્યા ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી