દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુ:ખ પામે, ભવતારણ ભગવાન વિસારી ૨/૪

દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુ:ખ પામે;
	ભવતારણ ભગવાન વિસારી, ચડિયો ઠાલે ભામે રે...દુનિયા૦ ૧
મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાણી ખોયો;
	ચોરે ચૌટે જૂઠું બોલ્યો, નાહક નીર વલોયો રે...દુનિયા૦ ૨
હરિ હરિજન સંગે હેત ન કીધું, પીધું વિખનું પાણી;
	સુખ સંસારી પામ્યા સારુ, મૂઆ લગી ધર તાણી રે...દુનિયા૦ ૩
હર્ષ શોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો;
	દેવાનંદ કહે હરિ ભજ્યા નહિ, ઘણે દુ:ખે ઘેરાણો રે...દુનિયા૦ ૪
 

મૂળ પદ

હૈયાના ફૂટયા હરિ સંગે હેત ન કીધું, લખચોરાશી કેરું લગડું

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0