શ્રીજી સદાયે મારા સ્વામી, હું દાસી તારી ૧/૧

શ્રીજી સદાયે મારા સ્વામી, હું દાસી તારી... ટેક.
હૈયાનો હાર મારો પ્રાણનો આધાર,
જીવું છું સદા તારે માટે.. હું દાસી૦ ૧
હૈયામાં રાખું શ્રીજી પળ નહીં ભૂલુ,
સેવામાં રહું આઠો જામ.. હું દાસી૦ ૨
તારા માટે જ મારૂં જાણજે તનમન,
તારા માટે જ મારો પ્રાણ.. હું દાસી૦ ૩
જ્ઞાનજીવન કહે હે મારા વાલા,
સદાયે તારી છું વેચાણ.. હું દાસી૦ ૪

મૂળ પદ

શ્રીજી સદાયે મારા સ્વામી, હું દાસી તારી

મળતા રાગ

રાજી રહેજો પ્રાણ પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી