મારા મહારાજ મુખડ તારુ, લાગે છે પ્યારુ પ્યારુ૧/૪

મારા મહારાજ મુખડ તારું, લાગે છે પ્યારુ પ્યારુ રે,
મૂર્તિ મનોહર હૈયે ધારુ, સ્નેહ સહિત સંભારુ રે...મારા૦ ૧
નથી સમાતું હેત હૈયામાં, ભેટીને ચૂંબન કરુ રે,
શય્યામાં સ્નેહે સુવારી શ્રીજી, સેવા તમારી કરુ રે...મારા૦ ૨
ગાલ રૂપાળા લાગે રસાળા, ઝાલી હાથે હું તાણું રે,
ચોંટ્યા છો ચિત્તે તમે રૂપાળા, તમારું સુખ હું માણું રે...મારા૦ ૩
મારી ઉપર કૃપા તમારી, અતિશે વાલમ થઇ છે રે,
હૈયામાં સુખ મળ્યંુ છે ભારી, બીજી ઉપાધી ગઇ છે રે...મારા૦ ૪
મારી આંખોના તારા પ્યારા, સર્વસ્વ છો મારું રે,
જ્ઞાનજીવનને સુખ દેનારા, ઉદાર મન તમારું રે...મારા૦ ૫

મૂળ પદ

મારા મહારાજ મુખડ તારું, લાગે છે પ્યારુ પ્યારુ

મળતા રાગ

સુંદર શ્રી ઘનશ્યામ મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી