પ્રભુજી, વ્હાલો લાગુ હું તમને એવું કાંઇ શીખવાડો આપ મને ૧/૧

 પ્રભુજી વ્હાલો લાગું હું તમને,
	એવું કાંઈ શીખવાડો આપ મને...ટેક.
હું અજ્ઞાની અધમ જીવ છું, અંતરયામી છો છતાંય કહું છું;
	જાણું નહિ રીઝવવાની રીત તમને...એવું૦ ૧
ભાત ભાતની છે વાસના જીવમાં, ભવોભવથી હું ભટકું ભવમાં;
	કોઈ રીતે કરીને પામું હું તમને...એવું૦ ૨
અંતરશત્રુ મને દુ:ખડાં દે છે, મૂર્તિ તમારી વાલા ભુલાડી દે છે;
	ભૂલું નહિ રાત-દિવસ હું તમને...એવું૦ ૩
મોટો કુસંગ આ દેહ કહ્યો છે, આતમા એમાં બંધાય રહ્યો છે;
	બની બ્રહ્મ ભજું અખંડ હું તમને...એવું૦ ૪
દાસનો દાસ રહી કરું સેવા, સર્વોપરી જાણું જેવા છો તેવા;
	જાણવામાં કસર ન રહે કાંઈ તમને...એવું૦ ૫
અવગુણ ભક્તનો કદિએ નાવે, જ્ઞાનને વિશ્વાસ મનનો નાવે;
	કરું નહિ કુરાજી હું કદિ તમને...એવું૦ ૬ 
 

મૂળ પદ

પ્રભુજી, વ્હાલો લાગું હું તમને

મળતા રાગ

શામળો શ્રદ્ધાની સાકળે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીજી દયા કરો
Studio
Audio
0
0