એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને ૧/૧

 એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને;
	દરશન દેવા અમોને, કાંઈક કહેવા અમોને...એક૦ ૧
છોજી તમે નાથ દયાળુ, દિલડામાં દયા ધરોને;
	દિલડામાં દયા ધરોને, અમ પર કૃપા કરોને...એક૦ ૨
જોઈએ છીએ વાટ તમારી, નથી કેમ આવતા કહોને;
	નથી કેમ આવતા કહોને, દઉં સમ મારા તમોને...એક૦ ૩
અમે છીએ તમારાં મહારાજ, હૃદયમાં સદા રહોને;
	હૃદયમાં સદા રહોને, અમારા શત્રુ દહોને...એક૦ ૪
છીએ અમે ભૂલના ભરેલા, શું કહીએ હરિ તમોને;
	શું કહીએ હરિ તમોને, નથી કાંઈ જ્ઞાન અમોને...એક૦ ૫ 
 

મૂળ પદ

એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને

મળતા રાગ

એકવાર આવજો મહારાજ, દરશન દેવા અમોને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
1
0