ઓ પ્યારા પ્રીતમ પરમાનદ, તમે છો સર્વોપરી ૨/૨

 

ઓ પ્યારા પ્રીતમ પરમાનંદ, તમે છો સર્વોપરી સુખકંદ, 
તમારી લાડલી હું છું, તમે મારા લાડલા વર છો...       ટેક
સદા મેં સ્વીકાર્યા તમને, સ્વીકારી તમે હરિ મુજને, 
આપ્યા છે હાથ મેં તમને, આપ્યો સદા સાથ તમે મુજને, 
તમે મારા નાથ ભરીને બાથ મુજને, પ્રેમ કરો છો(૩)...   ઓ પ્યારા૦ ૧
વાલીડા વર્યા મેં તમને, તમે વરી લીધી છે મુજને, 
આપ્યું છે તન-મન મેં તમને, તમે પણ આપ્યું છે મુજને, 
અલૌકિક દિવ્ય તમારું સુખ મુજમાં, ખૂબ ભર્યું છે (૩)...   ઓ પ્યારા૦ ૨
ધાર્યા છે ‘જ્ઞાન'માં તમને, ધારી છે મૂર્તિમાં મુજને, 
મળી હું સર્વે મૂકી તમને, મળ્યા તમે ભાવથી મુજને, 
અલૌકિક દિવ્ય તમારું જ્ઞાન મુજને, દાન કર્યું છે (૩)...   ઓ પ્યારા૦ ૩ 

મૂળ પદ

ઓ મારા સ્વામી સહજાનંદ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી