હરિ મેર કરો દિલ શાતિ ભરો મદ કામ અજા અભિમાન હરો ૧/૧

હરિ મેર કરો દિલ શાંતિ ભરો,
મદ કામ અજા અભિમાન હરો...હરિ૦ ૧
મમ માથ હરિ તવ મેર થશે,
અતિ અંતરથી અરિ તોજ જશે...હરિ૦ ૨
હરિ રાજી થઇ મમ ચિત્ત રહો,
મમ માનું હું તે દિન ભાગ્ય અહો...હરિ૦ ૩
મન માન ટળે દિલ શાંતિ વળે,
સુખધામ મળે અઘ સર્વ બળે...હરિ૦ ૪
હું છું અધમ દેહ સુખે સુખિયો,
બનું બ્રહ્મ સુખી હું મટી દુઃખિયો...હરિ૦ ૫
વિનંતી કરી હે હરિ માગું અહો,
તવ જ્ઞાન મને શું અખંડ રહો...હરિ૦ ૬

મૂળ પદ

હરિ મેર કરો દિલ શાંતિ ભરો

મળતા રાગ

તોટક (મને મળીયા સહજાનંદ)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી