આવી તારે દ્વાર, હું તો માગવાને પ્યાર ૧/૧

 

આવી તારે દ્વાર, હું તો માગવાને પ્યાર, મારા સ્વામી, 
સહજાનંદ શ્યામળા.. ટેક.
લાવી પુષ્પહાર, ધારોને ધર્મકુમાર..મારા૦
ખોલો મુખ ખોલો, બોલોને કાંઇક બોલો.. મારા૦ ૧
તારે કાજે વાલા, કરું છું કાલા વાલા.. મારા૦
ગ્રહો હાથ મારો, આ માયાથી ઉગારો.. મારા૦ ૨
વાલા તારી સેવા, મારે તો મીઠા મેવા.. મારા૦
રહો મને ભેટી, ન રાખો નાથ છેટી.. મારા૦ ૩
સુખધામ તમે, ન બીજું મને ગમે.. મારા૦
કહે છે જ્ઞાનસખી, આપોને કંઇક લખી.. મારા૦ ૪

મૂળ પદ

આવી તારે દ્વાર, હું તો માગવાને પ્યાર

મળતા રાગ

એકડે એક, સત્સંગની રાખો ટેક

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી