હરિ હૈયે ધારુ, સ્વરૂપ તમારૂ૪/૪

હરિ હૈયે ધારુ, સ્વરૂપ તમારૂ,
તમ વિના કોઇ નથી મારું રે...જીવનજી૦ ૧
કહું છું પોકારી, કરો રક્ષા મારી,
કરજો સર્વનું વાલા સારુ રે...જીવનજી૦ ૨
અહો અંતરજામી, સહજાનંદ સ્વામી,
કરો જેમ તમે તેમ જ થાય રે...જીવનજી૦ ૩
આવી કરી અરજી, જેવી તવ મરજી,
કહે જ્ઞાન હરિ રાજી રેજો રે...જીવનજી૦ ૪

મૂળ પદ

અરે મારા બાપ, ટાળોને સંતાપ

મળતા રાગ

શ્રીજી દયા કરો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી