દોષ ભરેલો જાણી તમે તજશો નહિ૨/૪

 દોષ ભરેલો જાણી તમે તજશો નહિ;
	પ્રભુ રાખજો કરુણા અપાર...આવોને૦ ૧
વાલા રિસાઈ ન જાશો મુજ થકી;
	ભલે દિયો દોષોનો હરિ દંડ...આવોને૦ ૨
વાલા રાહ જોઈને જાગું રાતલડી;
	જોઉં દિવસે તો ચારે કોર...આવોને૦ ૩
જાણું હમણાં આવશે હરિ હેતલડો;
	આવી લેશે વાલીડો મને બાથ...આવોને૦ ૪
જ્ઞાન કહે વાગે છે તારા ભણકારા;
	જાણ્યે એ આવ્યા આવ્યા મારા બાપ...આવોને૦ ૫
 

મૂળ પદ

એક દિવસ આવોને મારે મંદિરીયે,

મળતા રાગ

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી