સહજાનંદ સ્વામી મારે આપનુ જ કામ છે ૧/૧

સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે,
આપનું જ કામ છે આપનું જ કામ છે... સહ૦ ૧
તમ વિના બીજુ સર્વે માગવું હરામ છે,
માયાની મુડી મારે તમારૂ નામ છે...સહ૦ ૨
માન મોટપ ધન સ્ત્રીનું મારે શું કામ છે,
સર્વોપરિ હરિ મારે તુજમાં આરામ છે...સહ૦ ૩
હરિ હરિજન વિના સર્વે નકામ છે,
વાલા મારે ઠરવાનું તું એક ઠામ છે...સહ૦ ૪
સ્વામિનારાયણ મહાપ્રભુ મારે સુખ ધામ છે,
જ્ઞાનજીવન કહે મારે હૈયે એવી હામ છે...સહ૦ ૫

મૂળ પદ

સહજાનંદ સ્વામી મારે આપનું જ કામ છે

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦���૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0