ભૂલો મારી રે, માફ કરો સુખકારી.૧/૮

ભૂલો મારી રે, માફ કરો સુખકારી.. ટેક.
તમારી જાણી પાળો પ્રભુજી, હું છું અબળા નારી રે.. માફ૦ ૧
તમારે પાને પડી પ્રભુજી, જો જો ના દેશો વિસારી રે.. માફ૦ ૨
તમારે શરણે રહેવું પ્રભુજી, સર્વે દોષો નિવારી રે.. માફ૦ ૩
હું છું તમારી દાસી પ્રભુજી, તમે અખિલ અવતારી રે.. માફ૦ ૪
જ્ઞાનજીવનના સ્વામી પ્રભુજી, અઘ હરો અઘહારી રે.. માફ૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી..

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી