આજ હું પામી રે ફલ આંખ્યનું, ઉઘડ્યું અંતર તાળું,..૧/૪

આજ હું પામી રે ફલ આંખ્યનું, ઉઘડ્યું અંતર તાળું,
શોભા નિધિ ઘનશામનું જોઇ વદન રૂપાળુ.... આ.
સભા મધ્યે આજ શ્રી હરિ બેઠા બહુનામી,
હસીને બોલાવી મુને હેતમાં, સહજાનંદ સ્વામી. આ ૧
રૂપ દેખીને રંગ છેલનું, ઉરમાં થઇ અનુરાગી,
લોચન રયાં લલચાઇને, ભઇ અતિ બડભાગી.  આ ર
સંતની પંક્તિ શોભાવતા, ધીરે ધીરે પગ ધરતા,
પીરસે લાડુ પ્રેમથી મુખે મરમને કરતા.  આ ૩
અતિ સુખ આપ્યું વાલે આ સમે, વરનત શેષ લજાવે,
દેવાનંદના નાથનો, મહીમા મુનિવર ગાવે.  આ ૪ 

મૂળ પદ

આજ હું પામી રે ફલ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી