આજ મારું ભાગ્ય ઉદે થયું કોઇ જનમનું આવી ૨/૪

 આજ મારું ભાગ્ય ઉદે થયું કોઇ જનમનું આવી,

પ્રગટ મળ્યા ઘનશામજી, વરણી વેશ બનાવી....
ઘર તજી મુનિ વનમાં વસે, છબી ધ્યાનમાં લાવે,
નર તનુ ધરી હરિ વિચરે, રૂપ રૂદીયે ન આવે. આ ૧
રવિ વિના રજની ના મીટે, અજ્ઞાન અંધારું,
દિવાકર દરશન કરી, હરખે લોક હજારું. આ ર
બ્રહ્મા ઇન્દ્ર ભૂલી ગયા, જેના ચરિત્રને ભાળી,
તે હરિ અમને હેત કરી, હસી લીયે કર તાલી. આ ૩
અડસઠ તિરથ આવીને, રેછે ચરણે હરિને,
કરુણાનિધિ દેવાનંદ ભેટે અંક ભરીને. આ ૪

મૂળ પદ

આજ હું પામી રે ફલ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી