આજ મળ્યા મને મહા પ્રભુ, બ્રહ્મ મોલાના વાસી, ..૩/૪

આજ મળ્યા મને મહા પ્રભુ, બ્રહ્મ મોલાના વાસી,
મુક્તિ ચ્યાર મુનિવર કહે એના ચરણની દાસી....                 આ....
જનમ કર્મ જેનાં દિવ્ય છે, જાણે તે જોગી તત્ત્વવેત્તા,
તેને કહે બ્રહ્મ રસના ભોગી.                                                આ ૧
ગુણ કિરતન જેનાં ગૂઢ છે, હરિજન ગાઇ હુલસાવે,
અંતર સુખ ઉપજે, તનના તાપ બુઝાવે.                            આ ર
ગૌ બ્રાહ્મણ સાધુ દેવનાં, કારજ શુભ કરતા,
ભૂમિ ભાર ઉતારવા, નૌતમ નર તનુ ધરતા.                     આ ૩
ચ્યારે વરણના ધર્મને, થાપે અચલ કરીને,
દેવાનંદનો નાથજી, નિરખ્યા નયન ભરીને.                      આ ૪ 

મૂળ પદ

આજ હું પામી રે ફલ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી