આજ સખી અલબેલો મારે. મંદિરીયે આવ્યા,.૧/૪

આજ સખી અલબેલો મારે મંદિરીયે આવ્યા,
શામળીયો સુખકારી માવો મન ઘણું ભાવ્યા....આ
રૂપ જોઇ રંગભીના કેરું, મુખે શું ભણીયે,
પાઘલડીમાં પેચ ઝૂક્યા આવી પાંપણીયે. આ ૧
આંખડલી અણિયાળી ભાળી, રંગ ભરી રેખું,
ગોલ કપોલે તીલનું ત્રાજુ દિલડામાં દેખું. આ ર
કુંડલીયા કાનુમાં કાજુ, નવલ નંગ ભર્યા,
શામ બિંદુની શોભા ભાળી, હેતે ચિત્ત હર્યા. આ ૩
મુખ મનોહર મંગલકારી, વાલાની વાણી,
દેવાનંદનો નાથ દેખ્યા મૈડાનો દાણી. આ ૪

મૂળ પદ

આજ સખી અલબેલો મારે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી