આવો ને આવો રે, અતર મારે આવો૨/૮

 

આવો ને આવો રે, અંતર મારે આવો.. ટેક.
જંખુ છું જગજીવન તમને, હવે નહિ લલચાવો રે.. અંતર૦ ૧
સુનંુ લાગે છે તમારા વિના, આવીને લાડ લડાવો રે.. અંતર૦ ૨
એકાંતે તેડી આનંદ આપીશ, અધરામૃત પીવડાવો રે.. અંતર૦ ૩
હૈયે હૈયું કરી એકમેકને, અંતર પીડા તજાઓ રે.. અંતર૦ ૪
જ્ઞાનજીવનના સ્વામી શામળીયા, આપો અલૌકિક લ્હાવો રે.. અંતર૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી..

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી