મૂર્તિ તારી રે, લઉ જીવલડે જડી૩/૮

મૂર્તિ તારી રે, લઉં જીવલડે જડી.. ટેક.
મનોહર મીઠો મુખ મરકલડો, ચટકી ચિત્તે ચડી રે.. લઉં૦ ૧
પગ પીંડી મારા પીયું પાતળા, પ્રેમ પાસંગમાં પડી રે.. લઉં૦ ૨
ચિત્તમાં સ્નેહે સદાયે સંઘરુ, શ્રીજી દ્યો સુખની ઘડી રે.. લઉં૦ ૩
લઉં આલીંગન અધીરી થઇને, પ્રેમમાં જાઉં લડથડી રે.. લઉં૦ ૪
જ્ઞાનજીવનના ગોરા ગોઠીડા, ભૂલુ નહિ એક ઘડી રે... લઉં૦ ૫

મૂળ પદ

ભૂલો મારી રે, માફ કરો સુખકારી..

મળતા રાગ

પ્રીત પૂરવની રે નાથ ન મુકી દેજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી